યાદશક્તિ અનેક પ્રકારે વધી શકે છે.

૧. મંત્રજાપ ૨. યંત્ર પૂજા ૩. ધ્યાન ૪. ઔષધ

આવા વિવિધ માધ્યમોથી યાદશક્તિનો વિકાસ થાય છે.

(૧) મંત્ર: સરસ્વતી માતાનો મંત્રો પણ અનેક પ્રકારના છે. અને તે પ્રત્યેક મંત્રો સ્મરણશક્તિનો વિકાસ કરે જ છે. પરંતુ દરેક મંત્રોના નિશ્ચિત વિધાનો હોય છે. તે મુજબ વિધાન કરવાથી સ્મૃતિ શક્તિનો વિકાસ થાય છે. ફાઉન્ડેશન દ્વારા મંત્રો ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે. જેમાં ઘણા મંત્રોમાં નોંધપાત્ર અનુભવ પણ થયો છે.

(૨) યંત્ર: સરસ્વતી માતાના કેટલાક યંત્રો પણ ઉપલબ્ધ છે. તે યંત્રો ઉપર વિદ્યાર્થીઓ વિધાન કરે છે. તો પણ તેમની સ્મૃતિ શક્તિનો વધારો થતો હોય તેમ જોવા મળ્યું છે. આમ યંત્રો ઉપર પણ પ્રયોગો ચાલુ છે.

(૩) ઔષધ: પ્રાચીન ગ્રંથોમાં સ્મૃતિશક્તિ વર્ધક ઔષધિઓ જણાવી છે, તે ઔષધિઓ ઉપર શુભ યોગમાં નિશ્ચિત મંત્રોનો જાપ વગેરે કરવામાં આવે તો સ્મરણ શક્તિમાં વિશેષ વધારો થાય છે. આ અંગે પણ પ્રયોગો થઇ રહ્યા છે.

(૪) ધ્યાન: સરસ્વતી માતાના ભિન્ન-ભિન્ન પ્રકારના ધ્યાન કરવાથી પણ આપણી બુદ્ધિ-શક્તિમાં વધારો થતો જોવા મળે છે.

આમ ફાઉન્ડેશન દ્વારા અનેક પ્રકારે રિસર્ચ પ્રયોગો ચાલી રહ્યા છે અને સફળ થયેલ પ્રયોગો લોકહિત માટે પ્રજા સમક્ષ મુકાયા છે.

વિદ્યાર્થી વર્ગ તથા બહુજન હિતાય માટે પ્રગતિશીલ આ ફાઉન્ડેશન વિશિષ્ટ લક્ષ્યાંક લઈને આગળ વધી રહ્યું છે.

હાલમાં તો વિદ્યાર્થીઓને સાધના દ્વારા વિકાસ અને તેના રિસર્ચમાં પ્રવૃત્તિ ચાલી રહી છે. ભવિષ્યમાં સૌનો સાથ-સહકાર મળતાં વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધશે.

આમ અનેક લક્ષ્યાંકો ફાઉન્ડેશન વિચારી રહ્યું છે. મહત્વનું લક્ષ્યાંકતો પ્રત્યેક વિદ્યાર્થી આ સાધનાના માધ્યમે સ્વયં પોતાના જીવનનો શિલ્પી બને, સમાજ-રાષ્ટ્રનો સાચો સંરક્ષક બની રહે અને આધ્યાત્મ ક્ષેત્રે પણ સદા અગ્રસર રહે તે છે.