History

India is the land of Sadhana. In India, Sadhana was the criteria to measure progress and success. In ancient times, every individual was doing Sadhana based on their age and capacity. Culture of Sadhana was given to everyone since childhood. Kids were taught Sadhana along with Yog-Pranayam when they were enrolled to Gurukul. Kids were blessed with Saraswati Mantra by their Guru on auspicious day because of which students were able to focus on their academics along with daily chores of Gurukul

Unfortunately with time, India was ruled by different foreign rulers because of which our ancient education system got inert. With that the Saraswati Sadhana also almost got forgotten. Today there is no system which teaches Saraswati Sadhana to students. This has caused a huge  problem in our society where parents are becoming very ambitious and students are always living in stress.

Students with continuous burden of studies are working very hard, however they are not getting desired results. It is a fact that however and whatever hard work they do, it will not be possible to remember the things more than your memory capacity. It is not possible to remember more by hard work but one need to improve their memory power to remember more. 

Today the students are blindly working hard just with the academic objectives. This is the reason they develop a fear that they are having memory problem or the academics are very difficult.

 

પૂ. જૈનાચાર્ય શ્રી નયચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના શિષ્યરત્ન મુનિ શ્રી અજીતચંદ્રસાગરજી મહારાજને મૌન સાથે સરસ્વતી સાધના કરાવી. જેના પરિણામે તેઓશ્રીએ જૈન ધર્મના ૨૨ જેટલા આગમગ્રંથો કંઠસ્થ કર્યા. જેની અંદાજિત શ્ર્લોક સંખ્યા ૧૫૦૦૦થી પણ વધુ થાય છે. આ ઉપરાંત અમદાવાદના મંગળદાસ ટાઉન હોલમાં તા. ૧૬-૧૧-૨૦૦૮ના દિવસે, ૧૯ વર્ષીય મુનિ શ્રી અજીતચંદ્રસાગરજી મહારાજે ૨૧મી સદીમાં સર્વ પ્રથમવાર શતાવધાન પ્રયોગ કરીને જગતના બુદ્ધિધનને આશ્ચર્યમાં મૂકી દીધું હતું. સરસ્વતી સાધના નિયમિત પણે અને વિધિવત્ કરવામાં આવે તો શું પરિણામ આવે? તે તેમને જગતને બતાવ્યું હતું. ત્યારબાદ મુંબઈમાં ૨૦૦ અવધાન પણ કર્યા (મહાશતાવધાન) અને પછી અર્ધસહસ્ત્રાવધાન (૫૦૦ અવધાન) પણ કર્યા. હવે તો ૬૦૦-૭૦૦ અવધાનથી પણ વધુ ક્ષમતા તેઓશ્રી ધરાવે છે. સરસ્વતી સાધનાથી માઈન્ડ ડેવલપ થાય, તે અંગે આનાથી જ્વલંત અન્ય કયું ઉદાહરણ હોઈ શકે?

આ ઉપરાંત અર્ધસહસ્ત્રાવધાની મુનિશ્રીનું નામ ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. આમ તો અર્ધસહસ્ત્રાવધાની મુનિ શ્રી અજીતચંદ્રસાગરજી મહારાજ પ્રાય: મૌન જ હોય છે. છતાં “Fastest Talker” બોલવાની ઝડપમાં તેઓ રેકોર્ડ ધરાવે છે. જે એક આશ્ચર્યકારી ઘટના ગણાય.

અમદાવાદમાં શાતાવધાનનો કાર્યક્રમ થયા બાદ પૂજ્યશ્રી સમક્ષ ઘણા વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ અને માતા-પિતા પોતાના સંતાનના અભ્યાસની ચિંતા લઇ આવ્યા. આથી વિદ્યાર્થીઓમાં પણ સરસ્વતી સાધના કરાવવાનો વિચાર આવ્યો. પૂજ્યશ્રીએ પૂર્વકાલીન સાધનાઓનું સંશોધન કરી તે સધાનાઓને આજના ઐદંયુગીન બાળકો પણ કરી શકે તેવું નવતર રૂપ આપ્યું. ૨૫-૫૦ બાળકોને અનેકવાર સરસ્વતી સાધના આપીને પ્રાયોગિક ધોરણે જુદી જુદી રીતે સાધનાઓ કરાવી અને સાધનાનું ચમત્કારી પરિણામ પણ પ્રત્યેક વિદ્યાર્થીઓએ અનુભવ્યું.

આ અંગે જયારે વિપુલ પ્રમાણમાં માંગ આવી ત્યારે જામનગરથી આ સાધનાને જાહેરમાં મુકવી શરુ કરી. આ સાધનામાં પૂજ્યશ્રીના માર્ગદર્શન અનુસાર કોઈ પણ જ્ઞાતિનો ભેદ રાખ્યા વિના તમામ વિદ્યાર્થીઓ જોડાયા. જામનગરથી શરુ થયેલી આ સરસ્વતી સાધનની શીબીરો અમદાવાદ-સુરત-વડોદરા-વાપી-વલસાડ-મુંબઈ આદી વિવિધ શહેરોમાં યોજાઈ અને આજ સુધીમાં લગભગ ૩૦૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ સાધનાનો પ્રભાવ અનુભવ્યો. જેમાંથી કોઈ I.A.S. જેવી પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયું તો કોઈ બોર્ડમાં પણ રેંક લાવ્યા.